Thursday 28 July 2011

આજીવન ફિટ એન્ડ ફાઈન રહેવાં બસ આટલું કરો..!


આ ફાસ્ટ લાઈફમાં દરરોજનાં ખોરાકમાં જંકફુડ અને પેકેટ વાળો ખોરાક તેમજ બેઠા બેઠા કામ કરવાની ટેવને કારણે આપણું શરીર દિવસે દિવસે વધતું જઈ રહ્યું છે તેમાં પણ દરરોજની ભાગદોડને કારણે ક્યારેક પોતાના માટે સમય જ રહેતો નથી. પણ જો આપણે આપણા માટે જ સમય નહીં કાઢીએ તો વધતું વજન અને બેઠાળુ જીવન રોગનું ઘર થઈ જશે.

*તેથી આ ફાસ્ટ લાઈફમાં ફિટ એન્ડ ફાઈન રહેવા બસ આટલું કરો

-સૌ પહેલાં આપના વ્યાયામ, કામ અને આરામ સાથે યોગ્ય તાલમેળ બેસાડો
-દરરોજ 30 મીનિટ યોગા કે કસરત જરૂરથી કરો-વ્હેલા ઉઠી 30 મીનિટ માટે ચાલવા જવાની ટેવ પાડો
-જંક ફૂડને બાય બાય કહીં હેલ્ધી ખોરાક લો, ફ્રુટ્સ જ્યુસનો ઉપયોગ સૌથી વધુ કરો
-દવાઓ ગળવાને બદલે નેચરલ વસ્તુઓમાં વધુ વિશ્વાસ રાખો, તેનાથી ધીરે ધીરે પણ જડમૂળથી બીમારી દુર થશે
-જીવન ઈશ્વરની આપેલી સૌથી સુંદર ભેટ છે આ ભેટ બદલ સવાર સવારમાં એક વખત ઈશ્વરનું સ્મરણ જરૂરથી કરો
-પોઝિટીવ થિકીંગ જીવનમાં ચમત્કાર કરી શકે છે. ખુશ રહવું આપણો જન્મસિદ્ધ અધિકાર છે.
-ડે ડ્રીમિંગ એટલેકે દિવાસ્વપ્ન આત્મવિશ્વાસ વધારે છે, તેથી બિન્દાસ સપના જૂઓ
-મ્યૂઝિક એવી દવા છે જે મન પ્રફુલિત કરી દે છે તેથી ઉદાસ હોવ તો મ્યૂઝિક સાંભળો
-રડવું પણ એક ટોનિક છે તેથી જો મન ભારે થઈ જાય તો રડી લેવું જોઈએ
-સ્પોર્ટ્સ, પેઈન્ટિંગ્સ, ગાર્ડનિંગ, ટૂરિઝમ મ્યૂઝિક અને રીડિંગની ટેવ પાડો ખૂશ રહેશો
-ફરગીવ અને ફોરગેટનો સિદ્ધાંત જીવનમાં ઉતારી લો-ક્રિએટિવ રાઈટિંગથી નકારાત્મકત્તા ઓછી થાય છે તેથી દુખી હોવ કે ખુશ હોવ તેને પેપર પર ટપકાવો.
-ઈન્ટેલિજન્સ, ઈમોશન્સ અને સ્પ્રિચ્યુઅલિઝમ જીવનમાં બદાલવ લાવે છે.
- કહેવત છે ને 'પ્રિકોશન્સ ઈઝ બેટર ધેન ક્યોર' દરરોજના જીવનમાં આ વાત ગાઠ વાળી લો સાવચેતી રાખો રોગના નિવારણ કરતાં પહેલેથી સાવચેતી ચાલવું વધુ સારું.

No comments:

Post a Comment