Monday 1 August 2011

શ્રાવણમાં નોનવેજથી કરજો તોબા, કેમ કે...?



ધર્મશાસ્ત્રોમાં ખાવાની બાબતોમાં અનેક નિયમો બનાવાયા છે, એવો જ એક નિયમ શ્રાવણ મહિનામાં સાત્વિક ભોજન ગ્રહણ કરવાનો છે. આ નિયમનું સૌથી વધુ પાલન જૈન ધર્મના લોકો કરે છે. પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે ખરેખર શ્રાવણમાં નોનવેજ ન ખાવાથી અને સાદુ ભોજન ખાવાથી અનેક ફાયદા થાય છે ?

આ નિયમ વ્યક્તિના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. આ મહિનામાં માંસાહાર કરવાથી અનેક પ્રકારની બીમારીઓ લોકોને ચપેટમાં લઈ લે છે.
આ કારણે વરસાદના આ મોસમમાં નિષ્ણાતો પણ માંસાહારથી દૂર રહેવાની સલાહ આપે છે. તો બીજી તરફ આ નિયમની પાછળ સૌથી મોટું કારણ છે કે વરસાદ પછી વાતાવરણમાં ભેજ વધી જાય છે અને આ ભેજને કારણે અનેક પ્રકારના સૂક્ષ્મ જીવ અને બેક્ટેરિયા ઉત્પન્ન થઈ જાય છે.

સામાન્ય સિઝનમાં સૂર્યની ગરમીમાં તેઓ ઉત્પન્ન થઈ શકતા નથી જ્યારે ચોમાસામાં તો વાદળા નિકળી ન શકતા હોવાથી આ જીવો સક્રિય થઈ જાય છે એટલે શ્રાવણમાં સાદુ ભોજન જ લેવું જોઈએ જેથી અનેક બીમારીઓછી બચી શકાય.

આયુર્વેદ પ્રમાણે બીજુ કારણ એ પણ છે કે સૂર્યના કિરણો ઓછા મળતા હોવાથી આપણા શરીર ઉપર પણ પાચનશક્તિ મંદ પડે છે. જેના કારણે આ સિઝનમાં જલદી પચે તેવા ખોરાક ખાવા જોઈએ તથા નોનવેજ કે ભારે ખોરાક હેલ્થની દ્રષ્ટિએ પણ ટાળવા જોઈએ

No comments:

Post a Comment